વિર આહીર દેવાયત બોદર

ઈ.સ. ૧૦૧૦માં જૂનાગઢ રાજયમાં ચુડાસમા વંશના રા’ડિયાસની રાજસત્તા હતી ત્યારે અણહિલપુર પાટણ ગુજરાતના રાજવી સોલંકીએ માન-અપમાનના કારણે જુનાગઢ રાજ ઉપર ચડાઈ કરી યુધ્ધ થયું તેમાં જૂનાગઢ-સોરઠના રા’ડિયાસ માયર્ા ગયા. 
સોલંકી સુબાએ ઉપરકોટનો કબજો મેળવી લીધો હતો.રાની રાણી સુરૂયાદેવીએ પોતાના રાજકુમાર રા-નવઘણને આહીર દેવાયત બોદરના આશ્રય સ્થાને આલિદર-બોડીદર છુપી રીતે મોકલી આપેલજૂનાગઢ ના રાની સાથે વિશ્વાસના સંબંધ હતા. માટે આહીર દેવાયત બોદર અને તેના ધર્મપત્નિ સોનલબાઈએ રાજની થાપણ (રા-નવઘણ) સ્વીકારી લીધી હતી.
 જૂનાગઢના રાજના કબજેદાર સોલંકી સુબાને ખબર પડતા આલિદર-બોડીદરના મુખી આહીર દેવાયત બોદરને કેદ કરીને રા-નવઘણને રજુ કરવા ફરજ પાડી ત્યારે રા-રાખતા પોતાના દિકરા ઉગા (વાહણ) ને રજુ કરેલ. આમરાજકુમાર નવઘણ હાથમાં આવી ગયાનું માનીને ખુદ દેવાયત બોદરના હાથે તેનો વધ કરાવે છે.
તે જ આહીર સપુતનું બલિદાન‘ ઈ.સ. ૧૦રપની આસપાસ દેવાયત બોદરની દિકરી જાસલ લગ્ન પ્રસંગે સોરઠના આહીરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. લગ્ન પૂર્ણ થયા બાદ તુરંત સોલંકી સુબાને મારી હટાવીને રા-નવઘણને રાજતિલક કરીને જૂનાગઢની ગાદીએ બેસાડયો હતો.
 આમદેવાયત બોદર પોતાના પુત્રનું બલીદાન આપી. આશરાધર્મરાષ્ટ્રભાવનાઆહીરોની ઉદારતા ની સાથે આહીર જ્ઞાતિનું ગૌરવ વધાર્યુ છે.