લાખો કોઠીવાળ

સૌરાષ્ટ્ર મુકામે ભેલા ગામે રામ કોઠીવાળની પાંચમી પેઢીએ આહીર લાખો થયેલા જે ભકિતભાવ સાથે મોટા દાતાર હોય મલક આખામાં ખૂબ આદર ધરાવતા હતા. એક વખત સહજાનંદ સ્વામીના ગુરૂ બ્રહ્મજ્ઞાની રામાનંદ સ્વામી ભેલા ગામમાં પધારતા લાખા કોઠીવાળને તેના ધરના ખૂણામાં દટાયેલી રાજલક્ષમીનું રહસ્ય કહી ઈ.સ.૧૭૧૮માં પડનાર કારમા દુષ્કાળની વાત કરી ઈ.સ. ૧૭૧૬ અને ઈ.સ. ૧૭૧૭ માં નબળા વર્ષોના એંધાણ આપી વિદાય લીધી હતી.
 સ્વામી રામાનંદની વાત સાંભળી લાખા કોઠીવાળે મલક આખામાંથી અનાજ અને ઘાસ ખરીદવાનું શરૂ કરતા ભેલા ગામમાં અનાજ અને ઘાસના ગંજાવર ખડકયા હતા. ત્યારે સ્વામીના કહેવા મુજબ ઈ.સ. ૧૭૧૮ સુધી છેલ્લા વર્ષે કારમો દુષ્કાળ પડતા ‘મિરાતે અહમદી’ પુસ્તકના સમકાલીન લેખકે આ દુષ્કાળ કારમુ વર્ણન કરતા ચોમાસા દરમ્યાન વરસાદનો એક છાંટો પણ પડયો ન હતો. 
આવા કપરા વર્ષમાં એક રૂપિયાની ચાર શેર બાજરીનો ખૂબ ઉંચો ભાવ હોવા છતાં કયાંય બાજરી મળતી ન હતી. આવા કપરા દુષ્કાળમાં મજોકાંઠાના ભેલા ગામે આહીર શિરોમણી લાખા કોઠીવાળે લાપસીના આંધણ મુકી સદાવ્રત શરૂ કરતા નાનકડા એવા ભેલાગામમાં માનવ મહેરામણ ઉમટતા આ આહીર પરિવારે પારકા દુ:ખે દુ:ખી થઈ પોતાના પૂર્વજો ને થાપણ તરીકે સોંપેલ રાજલક્ષમી તેનો કોઈ લેનાર ન હોઈ રાજનું ધન રૈયત પાછળ વાપરવા સાથે પોતાની પણ અઢળક સંપત્તિ ને અન્નદાનનો મહિમર જાળવવા ખર્ચી હતી.
 લાખા કોઠીવાળની દાતારી સાથેના અન્નક્ષોત્રની વાતો સાંભળી મોરબીનો રાજા કાંયોજી ભેલા ગામે આવી આહીરની ઉમદા સેવાથી અભિભૂત થયો હતો. આમ, સૌરાષ્ટ્રમાં જે ગામે આહીરોની વસ્તી છે. ત્યાં શૂરવીરતા અને દાનવીરતાના પૂરવાઓ જોવા મળે છે.