આહીરોની વિવિધ પેટા શાખા અને અટકો

ગુજરાતમાં મૂળભૂત આહીરોની અઢાર પરજ (શાખા) જોવા મળે છે. તેમાંથી સૌરાષ્ટ્ર માં નવ થી દસ શાખાના આહીરો વસે છે. (૧) સોરઠિયા (ર) મચ્છોયા (૩) પંચોલી (૪)વાગડીયા (પ) ચોરડા (૬) નાઘેરા (૭) વણાર (૮) મોભ (૯) કામળીયા (૧૦) પ્રાગથળિયા (૧૧) બોરિચા (૧ર) વાળાંકી (૧૩) મથુરાનગરી (૧૪) વૃંદાવન (૧પ) ગોપ (૧૬) ગોવાળ (૧૭) વૃજવાસી (૧૮) કુંજ બિહારી […]

વિર આહીર દેવાયત બોદર

ઈ.સ. ૧૦૧૦માં જૂનાગઢ રાજયમાં ચુડાસમા વંશના રા’ડિયાસની રાજસત્તા હતી ત્યારે અણહિલપુર પાટણ ગુજરાતના રાજવી સોલંકીએ માન-અપમાનના કારણે જુનાગઢ રાજ ઉપર ચડાઈ કરી યુધ્ધ થયું તેમાં જૂનાગઢ-સોરઠના રા’ડિયાસ માયર્ા ગયા.  સોલંકી સુબાએ ઉપરકોટનો કબજો મેળવી લીધો હતો.રા’ની રાણી સુરૂયાદેવીએ પોતાના રાજકુમાર રા-નવઘણને આહીર દેવાયત બોદરના આશ્રય સ્થાને આલિદર-બોડીદર છુપી રીતે મોકલી આપેલ, જૂનાગઢ ના રા’ની સાથે વિશ્વાસના સંબંધ હતા. […]

લાખો કોઠીવાળ

સૌરાષ્ટ્ર મુકામે ભેલા ગામે રામ કોઠીવાળની પાંચમી પેઢીએ આહીર લાખો થયેલા જે ભકિતભાવ સાથે મોટા દાતાર હોય મલક આખામાં ખૂબ આદર ધરાવતા હતા. એક વખત સહજાનંદ સ્વામીના ગુરૂ બ્રહ્મજ્ઞાની રામાનંદ સ્વામી ભેલા ગામમાં પધારતા લાખા કોઠીવાળને તેના ધરના ખૂણામાં દટાયેલી રાજલક્ષમીનું રહસ્ય કહી ઈ.સ.૧૭૧૮માં પડનાર કારમા દુષ્કાળની વાત કરી ઈ.સ. ૧૭૧૬ અને ઈ.સ. ૧૭૧૭ માં […]